જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) કાઉન્સેલિંગ 2022
JoSAA કાઉન્સેલિંગ 2022 બહુવિધ રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે
JEE એડવાન્સ પરીક્ષા પાસ કરનારા દરેક ઉમેદવારને તેમની પસંદગીની IITs અને NIT+ સંસ્થાઓમાં પ્રવેશ મળે તેની ખાતરી કરવા માટે JoSAA કાઉન્સેલિંગ 2022 બહુવિધ રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે. કાઉન્સેલિંગ માટે અરજી કરનારા ઉમેદવારોને JEE Main અને JEE એડવાન્સ્ડના સ્કોર્સ ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે JoSAA કાઉન્સિલિંગ માટે નોંધણી સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
IITs અને NIT+ સંસ્થાઓમાં પ્રવેશ માટે મોક સીટ એલોટમેન્ટના રિઝલ્ટ કાઉન્સેલિંગ માટે નોંધણીના આધારે 18 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે JoSAA સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ ફાઈનલ નથી. આનાથી અન્ય ઉમેદવારોને તેમના પ્રવેશ વિશે ખ્યાલ આવશે. આવી સ્થિતિમાં, ચાલો JoSAA રાઉન્ડ 1 શેડ્યૂલ વિશે જાણીએ.
મહત્વની તારીખો
ઉમેદવારોની નોંધણી અને તેમના કાર્યક્રમની પસંદગીની શરૂઆત 12 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે
મોક સીટ એલોકેશન-1 18 સપ્ટેમ્બર સવારે 11.30 કલાકે ઉમેદવારોની પસંદગીના આધારે
ઉમેદવારોની પસંદગીના આધારે મોક સીટ એલોકેશન – 19 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે
ફાળવેલી બેઠકોના ડેટા, વેરિફિકેશન અને વેલિડેશન 22 સપ્ટેમ્બર
JoSAA સીટ એલોટમેન્ટ 2022 રાઉન્ડ-1 પરિણામ 23 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે
ઉમેદવારોને કહેવામાં આવે છે કે, JoSAA કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશન માત્ર એક જ વાર કરી શકાય છે. તે પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન. તે પછી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે નહીં, પરંતુ માત્ર તેઓ અન્ય કામ કરી શકશે અને તેમની સીટ એલોટમેન્ટનું પરિણામ ચેક કરી શકશે. જો કોઈને પ્રથમ રાઉન્ડમાં સીટ ન મળે, તો તેઓ હંમેશા આગામી રાઉન્ડના તેમના JoSAA સીટ ફાળવણીના પરિણામની રાહ જોઈ શકે છે.