Type Here to Get Search Results !

NTA UCET UG Result

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UGનું રિઝલ્ટ જાહેર



CUET UG રિઝલ્ટ થયું જાહેર, cuet.samarth. ac.in પરથી કરો ચેક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)  કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (CUET UG) રિઝલ્ટ 2022 જાહેર કર્યું છે. ઉમેદવારોએ CUET UG સ્કોરકાર્ડ તપાસવા અને ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.inની મુલાકાત લેવી પડશે. CUET UG 2022 પરિણામ ડાઉનલોડ કરવા ઉમેદવારોએ લૉગિન કરવું પડશે, જેના માટે તેમને અરજી નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. NTA અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે 15 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી દેશભરમાં CUET પરીક્ષાઓ યોજાઈ હતી.

અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજી 2022 માં ભાગ લેનારા ઉમેદવારો હવે CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in મુલાકાત લઈને પોતાનો સ્કોર ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. કોમન યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા 15 જુલાઈથી 30 ઓગસ્ટની વચ્ચે દેશના 259 શહેરો અને 9 વિદેશી શહેરોમાં છ તબક્કામાં આયોજિત કરવામાં આવી હતી. લગભગ 15 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 

20,000 ઉમેદવારોએ 30 વિષયમાં મેળવ્યાં 100 ટકા
CUET UGની પરીક્ષામાં 20,000 ઉમેદવારોએ 30 વિષયમાં 100 ટકા મેળવ્યાં છે અને તેમાંય સૌથી વધારે અંગ્રેજીમાં માર્ક્સ મેળવ્યાં છે.  રીતે CUET પરીક્ષા દેશની બીજી સૌથી મોટી પ્રવેશ પરીક્ષા બની. વિદ્યાર્થીઓએ 54,555 યુનિક કોમ્બિનેશન વિષયોમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. CUET સ્કોર હેઠળ, 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 12 રાજ્ય યુનિવર્સિટીઓ, 11 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 19 ખાનગી યુનિવર્સિટીઓ સહિત 90 યુનિવર્સિટીઓને UG અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે.

યુનિવર્સિટીઓ શરુ કરશે કાઉન્સલિંગ 
CUET UGનું પરિણામ જાહેર થયા બાદ હવે યુનિવર્સિટીઓ તેમની કાઉન્સલિંગ પ્રક્રિયા શરૂ કરશે. દિલ્હી યુનિવર્સિટી અને ડો.બી.આર. આંબેડકર યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સિટીઓએ તેમના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. યુનિવર્સિટીઓ હવે પ્રવેશના માપદંડ, લાયકાત, મેરિટ લિસ્ટ, મેડિકલ ફિટનેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યૂલ વગેરેની વિગતો જાહેર કરશે. ધ્યાનમાં રાખો કે એનટીએ કોઈ મેરિટ લિસ્ટ બહાર પાડશે નહીં. CUET માહિતી પુસ્તિકા અનુસાર, CUET UG 2022નો રેકોર્ડ પરિણામ જાહેર થયાની તારીખથી 90 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. તે સમયે, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ ઉમેદવાર દ્વારા સુરક્ષિત CUET UG સ્કોરના આધારે અલગથી મેરિટ લિસ્ટ જાહેર કરશે. પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને હવે કેન્દ્રીય યુનિવર્સિટીઓ દ્વારા કાઉન્સેલિંગ અને પ્રવેશ સમયપત્રક ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. દેશમાં પ્રથમવાર CUET પરીક્ષા લેવાના કારણે વિદ્યાર્થીઓને પણ ઘણી ક્ષતિઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી જગ્યાએ પરીક્ષા રદ કરવી પડી હતી અને પછી બીજા તબક્કામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

આવી રીતે ચેક કરી શકાશે રિઝલ્ટ 
સ્ટેપ 1: સૌ પ્રથમ CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાઓ.
સ્ટેપ 2: પરિણામ જાહેર થયા પછી, હોમ પેજ પર 'CUET UG પરિણામ 2022 લિંક' એક્ટિવ થઇ જશે.
સ્ટેપ 3: અહીં લોગિન કરવા માટે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 4: CUET UG પરિણામ સ્ક્રીન પર ખુલશે.
સ્ટેપ 5: તેને ચેક અને ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.