Type Here to Get Search Results !

Gujarat 823 Forest Guard – Bit Guard Recruitment News 2022

Gujarat 823 Forest Guard – Bit Guard Recruitment News 2022




Gujarat  Forest Guard Recruitment 2022 823 posts 

Forest Bharti Gujarat રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે: વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા વન રક્ષક બીટ ગાર્ડની 823 જગ્યા પર ટુંક સમય માં વિગતવાર જાહેરાત આવશે.

સરકારી નોકરીની (Government job) તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. વન વિભાગે (Forest Department) ભરતીની જાહેરાત કરી છે. વનપ્રધાન કિરીટસિંહ રાણાએ (Forest Minister Kiritsinh Rana) જાહેરાત કરી છે કે વનવિભાગમાં વનરક્ષકની 823 જગ્યાઓ પર સીધી ભરતી (Recruitment) કરવામાં આવશે. વનપ્રધાન કિરીટસિંહ રાણાએ (Forest Minister Kiritsinh Rana) કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે: ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સરકારી નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં ૮૨૩ જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો તા./૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ ૧૫/૧૧/૨૦૨૨ છે.

વન પ્રધાને કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે જેમ બને તેમ જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

 

મહત્વનું છે કે, અગાઉ વનરક્ષકની 334 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ 283 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા હતા. જેથી તે સમયે 48 જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. આ ઉપરાંત સરકારે નવી 775 જગ્યાઓ સાથે કુલ 823 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે.

વનપ્રધાને જણાવ્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે, આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

* રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

* ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે

* ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

* ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે

310747333 489289493240162 8423409427447038882 n.jpg? nc cat=108&ccb=1 7& nc sid=730e14& nc ohc=HHk1OodcvIoAX9GntxX& nc ht=scontent.fstv8 1

ગાંધીનગર : વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ ઉમેર્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે. તેમણે ઉમેર્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.