LRD Important Notification (28-12-2022)
જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૨ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૭ ઉમેદવારો પૈકી નીચે મુજબ એક ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ એક ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૪૯૪ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૫૫ ઉમેદવારો પૈકી નીચે મુજબ કુલ-૮ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૮ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
તા. ૦૨.૧૧.૨૦૨૨ બાદ જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની તારીખવાઈઝ વિગત
અ.નં. | જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ તારીખ | કેટેગીરી | સંખ્યા |
૧ | ૦૮.૧૧.૨૦૨૨ | ST | ૬૮ |
SEBC | ૧ | ||
૨ | ૧૧.૧૧.૨૦૨૨ | ST | ૫૭ |
૩ | ૨૩.૧૧.૨૦૨૨ | ST | ૪૭ |
૪ | ૨૪.૧૧.૨૦૨૨ | ST | ૬ |
૫ | ૨૯.૧૧.૨૦૨૨ | ST | ૮ |
૬ | ૦૩.૧૨.૨૦૨૨ | SEBC | ૬ |
૭ | ૦૮.૧૨.૨૦૨૨ | ST | ૫ |
૮ | ૦૯.૧૨.૨૦૨૨ | ST | ૯ |
કુલ સંખ્યા | ૨૦૭ |
જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હોવાના કારણે આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નહોતો તેવા ૩૬૨ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ હતી તેવા કુલ ૨૦૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપેલ હતી. પરંતુ ચૂંટણી આચારસંહિતાને ધ્યાને રાખી વેબસાઇટ ઉપર જાહેર કરેલ નથી તેવા નીચેની લીંકમાં જણાવ્યા મુજબના ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
તા.૦૨.૧૧.૨૦૨૨ બાદ આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
જાતિ પ્રમાણપત્રની ચકાસણી / જીલ્લા ફાળવણી કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિભાગ તરફથી જેમ જેમ ચકાસણી/ખરાઇ થઇ આવશે તેમ તેમ તે ઉમેદવારોની યાદી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર તરફ આગળની કાર્યવાહી સારૂ મોકલી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને લઇ, આ અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વધુમાં ઉમેદવારોને જણાવવાનું કે, ૫રિણામ જાહેર કરી ડી.જી.પી.શ્રીની કચેરીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી તે કચેરી ઘ્વારા કરવાની થતી હોઇ તે અંગેની માહિતી બોર્ડ ઘ્વારા આપી શકાશે નહીં.
Important Links
Official website: Click Here