Type Here to Get Search Results !

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીamc-recruitment-202424ju

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી


AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોસ્ટની નોકરી અંગેની મહત્વની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. ઉપરાંત લેખમાં અરજી ફોર્મ અને નોટિફિકેશનની પીડીએફ પણ આપવામાં આવી છે.

AMC Recruitment 2024 અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં નોકરી શોધતા ઉમેદવારો માટે સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનની પોસ્ટ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ પોસ્ટ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. ઉમેદવારોએ 24 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોસ્ટની વિગત, પોસ્ટ માટે લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, સહિતની મહત્વની માહતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટડે.મ્યુનિસિપલ કમિશનર
જગ્યા1
વય મર્યાદાવધુમાં વધુ 45 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ24 જુલાઈ 2024
સત્તાવાર લિંકahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની ભરતી માટે ઉમેદવારોની લાયકાત આ પ્રમાણે છે

  • માન્ય થયેલા કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ માન્ય વિદ્યાશાખાના પ્રથમ શ્રેણીના સ્નાતક તથા 10 વર્ષથી ઓછો નહીં તેવો વહીવટી અનુભવ, તે પૈકી પાંચ વર્ષનો વર્ગ-1 અથવા તેની સમકક્ષ જગ્યાનો વહીવટી અનુભવ.
  • એમ.બી.એ., સી.એ., એમ.ઈ. એમ.ટેક, માસ્ટર ડીગ્રી ઈન સેપ્ટ, એલ.એલ.એમ., આઈ.સી.ડબ્લ્યુ.એ. અથવા કોઈપણ વિદ્યાશાખાના અનુસ્નાતક વધારાની લાયકાત ગણાશે.

AMC માં ફરજ બજાવતા અધિકારીઓ માટે

માન્ય યુનિવર્સિટીના પ્રથમ શ્રેણીના સ્નાતક તેમજ લેવલ -9 મેટ્રીક્સ, ₹ 53,100/₹ 167800 ની ગ્રેડ કે તેથી ઉપરની ગ્રેડનો ઓછામાં ઓછો સાત વર્ષનો વહીવટી અનુભવ.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ

AMC ની ભરતીના પગાર ધોરણની વાત કરીએ તો લેવલ – 14 મેટ્રીક્સ ₹ 1,44,200/₹ 2,18,200ની ગ્રેડમાં (જુની ગ્રેડ ₹ 37,400/₹ 67,000, ગ્રેડ પે – ₹ 10,000, પી.બી.-4) બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા અને અરજી ફી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ઉમેદાવરોની વય મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 45 વર્ષ રહશે. આ ઉપરાંત અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેવદારો માટે અરજી ફી 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

ડેપ્યુટી કમિશનર ભરતી પસંદગી કેવી રીતે કરાશે?

અમદાવાદ મહાનગરપાલિકા માટે ડેપ્યૂટી કમિશનર ભરતી પસંદગી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એમ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 100 ગુણનો એમસીક્યૂ ટેસ્ટ લેવાશે. મેરીટ માટે જેનું ગુણભારાંક 70 ટકા ગણાશે. બીજા તબક્કામાં 30 ગુણનું મૌખિક ઇન્ટરવ્યૂ લેવાશે. બંને તબક્કાના 100 ગુણને આધારે મેરીટ તૈયાર કરાશે. પ્રથમ તબક્કામાં લેવાનાર 100 ગુણની એમસીક્યૂ પરીક્ષામાં 50 ગુણના સવાલ લોજિક રિજનિંગ અને એપ્ટીટ્યૂટ, અંગ્રેજી ગ્રામર અને જનરલ સ્ટડીઝ આધારિત હશે જ્યારે બાકીના 50 ગુણના સવાલ GPMC, AMC જનરલ એડમિનિસ્ટ્રેશન રુલ્સ એન્ડ રેગ્યુલેશન, બંધારણ, એએમસી મેન્યુઅલ, નાણાં અને બજેટ આધારિત હશે.

અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ ઉમેદવારે https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx લિંક પર જઈ, જગ્યા સામે દર્શાવેલા એપ્લાય ઓનલાઈન પર ક્લીક કરી
  • તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર SMS આવશે.જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે
  • ઓનલાઈન અરજી સબમીટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે. જેમાં જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અે જન્મ તારીખ ભરી સબમીટ પર ક્લીક કરવાની રહેશે.


Important Links

Notification:  Click Here

ApplyClick Here

 

Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.