મહેસૂલ તલાટી વર્ગ-3 ઉમેદવારોને અરજી અને ફી ભરવા વધુ સમય અપાયો
Talati Bharti 2025 Gujarat, મહેસૂલ તલાટી ભરતી : mahesul talati bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી સ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની કુલ 2389 ભરતી માટે અરજી પ્રક્રિયા માટે ઉમેદવારોને વધુ સમય અપાયો છે. મહેસૂલ તલાટી વર્ગ-3ની ભરતી પ્રક્રિયા માટે છેલ્લી તારીખ 10 જૂન 2025 હતી. જોકે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરી હતી, પરંતુ પરીક્ષા ફી ટેકનીકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હતી તેવું મંડળના ધ્યાને આવતા ઉમેદવારને વધુ સમય આપવામાં આવ્યોછે.
આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “મહેસૂલ તલાટી” વર્ગ-3 સંવર્ગ માટે તા:24/05/2025 (બપોરના 2-00 કલાક) થી તા:10/06/2025 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
વધુ બે દિવસનો સમય અપાયો
જેથી ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઇને ફરીથી ઓનલાઇન અરજીઓ અને જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોઇ તે ફરીથી ભરી શકે તે માટે મંડળે તા:11/06/2025 થી તા:12/06/2025 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવામાં આવે છે તથા તા.11/06/2025 થી તા.13/06/2025 (સમય રાત્રિના 11:59 કલાક) સુધી પરીક્ષા ફી ભરી શકાશે.
વધુમાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર (નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ), આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા.12/06/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી.
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.